Clinical trials are experiments done in clinical research. |
ચિકિત્સકીય અજમાયશ એટલે ચિકિત્સા સંશોધન ક્ષેત્રે થતું સંશોધન. |
Such prospective biomedical or behavioral research studies on human participants are designed to answer specific questions about biomedical or behavioral interventions, including new treatments (such as novel vaccines, drugs, dietary choices, dietary supplements, and medical devices) and known interventions that warrant further study and comparison. |
માનવ સહભાગીઓ પર આવા સંભવિત જૈવ તબીબી (બાયોમેડિકલ) અથવા વર્તણૂકીય સંશોધન અભ્યાસો બાયોમેડિકલ અથવા વર્તણૂકીય હસ્તક્ષેપો વિશેના ચોક્કસ પ્રશ્નોના જવાબ આપવા માટે રચાયેલ છે, જેમાં નવી સારવાર (જેમ કે નવી રસીઓ, દવાઓ, આહાર પસંદગીઓ, પૂરક આહાર અને તબીબી ઉપકરણો) અને જાણીતા હસ્તક્ષેપોનો સમાવેશ થાય છે જે વધુ અભ્યાસ અને સરખામણીની જરૂર છે. |
Clinical trials generate data on safety and efficacy. |
ચિકિત્સકીય અજમાયશ સલામતી અને અસરકારકતા પર ડેટા ઉત્પન્ન કરે છે. |
They are conducted only after they have received health authority/ethics committee approval in the country where approval of the therapy is sought. |
જે દેશમાં ઉપચારની મંજૂરી માંગવામાં આવે છે ત્યાં આરોગ્ય સત્તામંડળ/નૈતિક સમિતિની મંજૂરી મળ્યા પછી જ તે હાથ ધરવામાં આવે છે. |
These authorities are responsible for vetting the risk/benefit ratio of the trial - their approval does not mean that the therapy is 'safe' or effective, only that the trial may be conducted. |
આ સત્તાવાળાઓ અજમાયશના જોખમ/લાભ ગુણોત્તરની ચકાસણી માટે જવાબદાર છે - તેમની મંજૂરીનો અર્થ એ નથી કે ઉપચાર 'સુરક્ષિત' અથવા અસરકારક છે, ફક્ત એટલું જ કે અજમાયશ હાથ ધરવામાં આવી શકે છે. |
Depending on product type and development stage, investigators initially enroll volunteers and/or patients into small pilot studies, and subsequently conduct progressively larger scale comparative studies. |
ઉત્પાદનના પ્રકાર અને વિકાસના તબક્કાના આધારે, તપાસકર્તાઓ શરૂઆતમાં સ્વયંસેવકો અને/અથવા દર્દીઓને નાના પાયલોટ અભ્યાસોમાં નોંધણી કરાવે છે, અને ત્યારબાદ ક્રમશઃ મોટા પાયે તુલનાત્મક અભ્યાસ હાથ ધરે છે. |
Clinical trials can vary in size and cost, and they can involve a single research center or multiple centers, in one country or in multiple countries. |
ચિકિત્સકીય અજમાયશ કદ અને ખર્ચની દ્રષ્ટીએ હોઈ શકે છે, અને તેમાં એક જ સંશોધન કેન્દ્ર અથવા બહુવિધ કેન્દ્રો, એક દેશમાં અથવા બહુવિધ દેશોમાં હોઈ શકે છે. |
Clinical study design aims to ensure the scientific validity and reproducibility of the results. |
ચિકિત્સકીય અજમાયશ ડિઝાઇનનો હેતુ પરિણામોની વૈજ્ઞાનિક માન્યતા અને ઉત્પાદન ક્ષમતા સુનિશ્ચિત કરવાનો છે. |
Trials can be quite costly, depending on a number of factors. |
ચિકિત્સકીય અજમાયશ ખૂબ ખર્ચાળ હોઈ શકે છે જેનો આધાર ઘણા પરિબળો પર હોય છે. |
The sponsor may be a governmental organization or a pharmaceutical, biotechnology or medical device company. |
પ્રાયોજક સરકારી સંસ્થા અથવા ફાર્માસ્યુટિકલ, બાયોટેકનોલોજી અથવા તબીબી ઉપકરણ કંપની હોઈ શકે છે. |
Certain functions necessary to the trial, such as monitoring and lab work, may be managed by an outsourced partner, such as a contract research organization or a central laboratory. |
અજમાયશ માટે જરૂરી અમુક કાર્યો, જેમ કે દેખરેખ-નિયંત્રણ અને પ્રયોગશાળા કાર્યો, આઉટસોર્સ્ડ પાર્ટનર દ્વારા સંચાલિત થઈ શકે છે, જેમ કે કોન્ટ્રાક્ટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અથવા સેન્ટ્રલ લેબોરેટરી. |