Informal Education is a general term for education that can occur outside of a structured curriculum. |
અનૌપચારિક શિક્ષણ એ શિક્ષણ માટેની એક સામાન્ય વ્યાખ્યા છે જે સંરચનાગત અભ્યાસક્રમની બહાર થઈ શકે છે. |
Informal Education encompasses student interests within a curriculum in a regular classroom, but is not limited to that setting. |
અનૌપચારિક શિક્ષણમાં એક નિયમિત વર્ગખંડમાં એક અભ્યાસક્રમની અંદર વિદ્યાર્થીના હિતોનો સમાવેશ કરે છે, પરંતુ એ વ્યવસ્થા પૂરતું મર્યાદિત હોતું નથી. |
It works through conversation, and the exploration and enlargement of experience. |
તે વાતચીત, અને અન્વેષણ તેમજ અનુભવમાં વૃદ્ધિ મારફતે કામ કરે છે. |
Sometimes there is a clear objective link to some broader plan, but not always. |
કેટલીકવાર થોડી વ્યાપક યોજના સાથે એક સ્પષ્ટ વસ્તુનિષ્ઠ કડી હોય છે, પરંતુ હંમેશા નહીં. |
The goal is to provide learners with the tools he or she needs to eventually reach more complex material. |
અહીં લક્ષ્ય વધુ જટિલ સામગ્રી સુધી પહોંચવાની શિક્ષાર્થીઓને તેની કે તેણીની અંતિમ જરૂરિયાત માટેના સાધનો પ્રદાન કરવાનું છે. |
It can refer to various forms of alternative education, such as: Unschooling or homeschooling, Autodidacticism (Self-teaching), Youth work, and Informal learning |
તેમાં વૈકલ્પિક શિક્ષણના વિવિધ સ્વરૂપો સામેલ હોઈ શકે છે, જેવાકે: શાળાએ ન જવું અથવા ઘરે ભણવું, સ્વયં-શિક્ષણ, યુવા કાર્ય અને અનૌપચારિક શિક્ષણ |
Informal Education consists of accidental and purposeful ways of collaborating on new information. |
અનૌપચારિક શિક્ષણમાં નવી માહિતી પર આધારિત આકસ્મિક અને હેતુપૂર્વકની રીતોનો સમાવેશ થાય છે. |
[2] It can be discussion based and focuses on bridging the gaps between traditional classroom settings and life outside of the classroom. |
[૨] તે ચર્ચા આધારિત હોઈ શકે છે અને પરંપરાગત વર્ગખંડ વ્યવસ્થાઓ અને વર્ગખંડ બહારના જીવનની વચ્ચેનું અંતર દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. |
People interpret information differently, and therefore a structured curriculum may not allow all learners to understand the information. |
લોકો માહિતીનું અર્થઘટન અલગ અલગ રીતે કરે છે, અને તેથી એક સંરચાનાગત અબ્યાસ્ક્રમ તમામ શિક્ષાર્થીઓને માહિતી સમજવામાં મદદ કરી શકે નહીં. |
Informal education is less controlled than the average classroom setting, which is why informal education can be so powerful. |
અનૌપચારિક શિક્ષણ સરેરાશ વર્ગખંડ વ્યવસ્થાની સરખામણીમાં ઓછું નિયંત્રિત હોય છે, તેથી જ અનૌપચારિક શિક્ષણ આટલું શક્તિશાળી બની શકે છે. |
Informal education can help individuals learn to react to and control different situations and settings. |
અનૌપચારિક શિક્ષણ વ્યક્તિઓને જુદીજુદી પરિસ્થિતિઓ અને વ્યવસ્થાઓ માટે પ્રતિક્રિયા આપતાં અને નિયંત્રણ કરતાં શીખવામાં મદદ કરી શકે છે. |
In addition, it combines social entities that are important for learning. |
વધુમાં, તે શિક્ષણ માટે મહત્વપૂર્ણ એવી સામાજિક સંસ્થાઓને એકસાથે લાવે છે. |
Informal Education may be viewed as the learning that comes as a part of being involved in youth and community organizations. |
અનૌપચારિક શિક્ષણને એવા શિક્ષણ તરીકે જોવામાં આવી શકે છે જેને યુવા અને સામુદાયિક સંગઠનોમાં સામેલ થવાના ભાગરૂપે જોઈ શકાય. |
This type of education is a spontaneous process, which helps people to learn information in a new way. |
આ પ્રકારનું શિક્ષણ એક સ્વયંસ્ફૂર્ત પ્રક્રિયા છે, જે લોકોને એક નવી રીતે માહિતી શીખવામાં મદદ કરે છે. |
Its helps to cultivate communities, associations and relationships that make for a positive learning environment. |
તે સમુદાયો, સંગઠનો અને સંબંધોને વિકસાવવામાં મદદ કરે છે જે એક હકારાત્મક શિક્ષણ પર્યાવરણ બનાવે છે. |
Informal Education: |
અનૌપચારિક શિક્ષણ: |
- Looks to create or deepen situations where people can learn, explore and enlarge experiences, and make changes. |
- એવી પરિસ્થિતિઓ ઉત્પન્ન કરે છે અથવા ઊંડી બનાવે છે જ્યાં લોકો શીખી શકે, શોધખોળ કરી શકે અને અનુભવોમાં વૃદ્ધિ કરી શકે, તેમજ પરિવર્તનો લાવી શકે. |
- Provides an environment where everyone can learn together and can scaffold off of one another. |
- એવું પર્યાવરણ પ્રદાન કરે છે જ્યાં દરેકજણ સાથે મળીને શીખી શકે છે અને એકબીજાને આધાર આપી શકે છે. |
- Understanding that the activity can be based on any form of learning, the teaching does not have to be deliberate, more so implied. |
- એ સમજવું છે કે પ્રવૃત્તિ શિક્ષણના કોઈપણ સ્વરૂપ પર આધારિત હોઈ શકે છે, અધ્યાપન ઈરાદાપૂર્વકનું નહીં પરંતુ વધુ ગર્ભિત હોવું જોઈએ. |
We give students the tools to do complex materials over time, rather than teaching the complex material and then giving the tools. |
અમે વિદ્યાર્થીઓને જટિલ સામગ્રી શીખવાડીને પછી સાધનો આપવા કરતાં સમયની સાથે જટિલ સામગ્રીઓ કરવાના સાધનો આપીએ છીએ. |
- Focuses on the social aspects of learning, and how important collaborative learning is. |
- શિક્ષણના સામાજિક પાસાંઓ અને સહયોગી શિક્ષણ કેટલું મહત્વપૂર્ણ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. |
- The tools students are given are tangible for the processes in which they will be applied. |
- વિદ્યાર્થીઓને આપવામાં આવતાં સાધનો જે પ્રક્રિયાઓમાં વાપરવામાં આવશે તેના માટે વાસ્તવિક છે. |
- Bridges the gap between school and life. |
- શાળા અને જીવન વચ્ચેનું અંતર દૂર કરે છે. |
- Allows students a choice in learning, and how to approach the material. |
- વિદ્યાર્થીઓને શિક્ષણમાં પસંદગી કરવાનો અને સામગ્રીઓનો ઉપયોગ કેવી રીતે કરવો તેની છૂટ આપે છે. |
- Make learning accessible in every day life and in the future. |
- શિક્ષણને દૈનિક જીવનમાં તેમજ ભવિષ્યમાં સુલભ બનાવે છે. |
- Informal Education is driven by conversation and interacting with others. |
- અનૌપચારિક શિક્ષણ વાતચીત અને બીજા લોકો સાથે ક્રિયાપ્રતિક્રિયા દ્વારા સંચાલિત થાય છે. |