The overall marketing strategy of an organization should focus on developing relationships with customers to understand their needs, and to develop goods, services, and ideas to meet those needs. |
સંગઠનની સમગ્ર માર્કેટિંગ વ્યૂહરચનામાં ગ્રાહકો સાથે સંબંધ વિકસાવવા પર ધ્યાન આપવું જોઈએ જેથી તેમની જરૂરિયાતો સમજી શકાય અને તે જરૂરિયાતો પૂરી કરવા માટે ઉત્પાદનો, સેવાઓ અને વિચારો વિકસાવી શકાય. |
Information Gathering: research potential customers, their needs, and spending habits in order to understand what sort of product, service, or idea they wish to buy. |
માહિતી એકત્રીકરણ: સંભવિત ગ્રાહકો, તેમની જરૂરિયાતો અને ખર્ચ કરવાની પદ્ધતિનો અભ્યાસ કરો જેથી તેઓ કેવા પ્રકારનું ઉત્પાદન, સેવા અથવા વિચારને ખરીદવા ઇચ્છે છે તેનો ખ્યાલ આવે. |
Evaluation of Organization Capabilities: decide what your organization can produce relatively well, and what your organization is not capable of producing based on the organization's specific strengths and weaknesses. |
સંગઠનની ક્ષમતાઓનું મૂલ્યાંકન: તમારા સંગટઃઅનની ચોક્કસ શક્તિઓ અને નબળાઈઓના આધારે સંગઠન કઈ ચીજો વધારે સારી રીતે બનાવી શકે છે અને શું બનાવી શકે તેમ નથી તે નક્કી કરો. |
Identify Market Opportunities: research the current market for a product idea, and look for an opportunity; such as no competition or strong demand. |
બજારની તકો ઓળખો: ઉત્પાદનના વિચાર માટે હાલના બજારનો અભ્યાસ કરો અને તક શોધો; જેમ કે સ્પર્ધા ન હોવી અથવા મજબૂત માંગ. |
Set Objectives of Marketing Strategy: decide what results need to be achieved in order to reach the organization's goals; such as a specific increase in sales, or net profits. |
માર્કેટિંગ વ્યૂહરચનાના હેતુઓ સ્થાપિત કરો: સંગઠનના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે કયા પરિણામો મેળવવા જરૂરી છે તે નક્કી કરો; જેમ કે વેચાણ, અથવા ચોખ્ખા નફામાં ચોક્કસ વધારો. |
Formulate an Action Plan: List the specific steps the organization needs to take in order to implement the marketing plan, and assign the responsibilities to specific staff members. |
કાર્ય યોજના (ઍક્શન પ્લાન) ઘડો: માર્કેટિંગની યોજનાનો અમલ કરવા માટે સંગઠને લેવા જરૂરી ચોક્કસ પગલાંની યાદી બનાવો અને ચોક્કસ સ્ટાફના સભ્યોને જવાબદારીઓ સોંપો. |
Monitor & Evaluate: Study the marketing plan regularly, at least once per quarter, to track performance against the set objectives. |
નજર રાખો અને મૂલ્યાંકન કરો: માર્કેટિંગ પ્લાનનો નિયમિત અભ્યાસ કરો, ત્રિમાસિક ગાળામાં ઓછામાં ઓછો એક વખત તો અભ્યાસ કરવો જ જોઈએ જેથી સ્થાપિત હેતુઓ સામે કેવો દેખાવ થયો છે તે જોઈ શકાય. |